بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
سَبَّحَ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહતઆલા ની તસ્બીહ કરી રહી છે, તે પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
هُوَ ٱلَّذِيٓ أَخۡرَجَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مِن دِيَٰرِهِمۡ لِأَوَّلِ ٱلۡحَشۡرِۚ مَا ظَنَنتُمۡ أَن يَخۡرُجُواْۖ وَظَنُّوٓاْ أَنَّهُم مَّانِعَتُهُمۡ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنۡ حَيۡثُ لَمۡ يَحۡتَسِبُواْۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ ٱلرُّعۡبَۚ يُخۡرِبُونَ بُيُوتَهُم بِأَيۡدِيهِمۡ وَأَيۡدِي ٱلۡمُؤۡمِنِينَ فَٱعۡتَبِرُواْ يَـٰٓأُوْلِي ٱلۡأَبۡصَٰرِ
૨) તે જ છે, જેણે પ્રથમ જ હમલામાં અહલે કિતાબ કાફિરોને તેમના ઘરો માંથી કાઢી મુકયા, તમે વિચાર પણ નહતો કર્યો કે તેઓ (પોતાના ઘરો માંથી) નીકળી જશે, અને તેઓ પોતે (પણ) સમજી રહ્યા હતા કે તેમના (મજબૂત) કિલ્લા તેઓને અલ્લાહ (ની પકડ) થી બચાવી લેશે, બસ ! તેઓના પર અલ્લાહ (ની પકડ) એવી જગ્યાએથી આવી પહોંચી કે તેમને કલ્પના પણ ન હતી, અને તેમના હૃદયોમાં અલ્લાહએ એવો ભય નાખી દીધો કે તેઓ પોતાના જ હાથ વડે પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા અને મુસલમાનોના હાથો વડે (બરબાદ કરાવી રહ્યા હતા), બસ ! હે જોનારાઓ શિક્ષા ગ્રહણ કરો.
وَلَوۡلَآ أَن كَتَبَ ٱللَّهُ عَلَيۡهِمُ ٱلۡجَلَآءَ لَعَذَّبَهُمۡ فِي ٱلدُّنۡيَاۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابُ ٱلنَّارِ
૩) અને જો અલ્લાહ તઆલાએ તેઓના પર દેશનિકાલને લખી ન દીધું હોત તો ચોક્કસ પણે તેઓને દુનિયામાં જ સજા આપતો, અને આખિરતમાં તેઓ માટે આગની સખત સજા છે.
ذَٰلِكَ بِأَنَّهُمۡ شَآقُّواْ ٱللَّهَ وَرَسُولَهُۥۖ وَمَن يُشَآقِّ ٱللَّهَ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ
૪) આ એટલા માટે થયું કે તેઓએ અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે કોઈ અલ્લાહ નો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા પણ સખત સજા આપનાર છે.
مَا قَطَعۡتُم مِّن لِّينَةٍ أَوۡ تَرَكۡتُمُوهَا قَآئِمَةً عَلَىٰٓ أُصُولِهَا فَبِإِذۡنِ ٱللَّهِ وَلِيُخۡزِيَ ٱلۡفَٰسِقِينَ
૫) તમે ખજૂરોના જે વૃક્ષો કાપી નાખ્યા અથવા જેમને તમે મૂળિયા ઉપર બાકી રહેવા દીધા, આ બધું જ અલ્લાહના આદેશ પ્રમાણે હતું અને આ એટલા હતું કે વિદ્રોહીઓને અલ્લાહ અપમાનિત કરે.
وَمَآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡهُمۡ فَمَآ أَوۡجَفۡتُمۡ عَلَيۡهِ مِنۡ خَيۡلٖ وَلَا رِكَابٖ وَلَٰكِنَّ ٱللَّهَ يُسَلِّطُ رُسُلَهُۥ عَلَىٰ مَن يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
૬) અને તે (યહૂદીઓના માલ) માંથી જે કઈ અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરના હાથે પહોંચાડયું, જેના પર ન તો તમે પોતાના ઘોડા દોડાવ્યા અને ન ઊંટો, (તેમાં તમારો કોઈ અધિકાર નથી) પરંતુ અલ્લાહ તઆલા પોતાના પયગંબરને જેના પર ઇચ્છે, પ્રભુત્વ આપી દે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡ أَهۡلِ ٱلۡقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ كَيۡ لَا يَكُونَ دُولَةَۢ بَيۡنَ ٱلۡأَغۡنِيَآءِ مِنكُمۡۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ
૭) અલ્લાહ તઆલા આ ગામડિયા લોકોથી જે (માલ) પણ પોતાના પયગંબરને અપાવે, તે માલ અલ્લાહ, પયગંબર, સગા- સબંધીઓ ,અનાથો, લાચારો અને મુસાફરો માટે છે, જેથી તે (માલ) તમારા ધનવાનોના હાથમાં જ ફરતો ન રહી જાય અને જે કંઇ પણ તમને પયગંબર આપે, લઇ લો, અને જેનાથી રોકે, રુકી જાવ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.
لِلۡفُقَرَآءِ ٱلۡمُهَٰجِرِينَ ٱلَّذِينَ أُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأَمۡوَٰلِهِمۡ يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗا وَيَنصُرُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓۚ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ
૮) (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે હિજરત કરનાર લાચારો માટે છે, જે પોતાના ઘરબાર અને સંપત્તિઓથી કાઢી મુકવામાં આવ્યા છે, તે અલ્લાહની કૃપા અને પ્રસન્નતા ઇચ્છે છે, તેઓ અલ્લાહ અને તેના પયગંબરની મદદ કરે છે, આ લોકો જ સત્યનિષ્ઠ છે.
??????????? ?????????? ???????? ????????????? ??? ?????????? ?????????? ???? ??????? ?????????? ????? ????????? ??? ??????????? ??????? ???????? ???????? ????????????? ??????? ??????????? ?????? ????? ?????? ?????????? ????? ????? ????? ????????? ??????????????? ???? ??????????????
૯) (જંગમાં લડયા વગર હાથ લાગેલ માલ) તે લોકોનો હક છે, જે પહેલાથી જ ઇમાન લાવીચુક્યા હતા અને અહિયા (મદીનામાં) રહેતા હતા, જે લોકો હિજરત કરી તેમની પાસે આવે તેમનાથી મુહબ્બત કરે છ અને જે કઈ તેમને (હિજરત કરનારને) આપવામાં આવે, તેઓ પોતાના હૃદયોમાં (લેવાની) કઈ ઈચ્છા નથી રાખતા અને તેઓ તેમને પોતાના પર પ્રાથમિકતા આપે છે, ભલેને પોતે ભૂખ્યા કેમ ન હોય અને જે વ્યક્તિ પોતાના નફસની લાલચથી બચાવી લેવામાં આવ્યો તો આવા જ લોકો સફળ છે.
وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ
૧૦) અને (તેમના માટે પણ છે) જે તેમના પછી આવ્યા, તેઓ કહેશે કે હે ! અમારા પાલનહાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ, જે અમારા પહેલા ઇમાન લાવ્યા હતા, અને ઇમાનવાળાઓ પ્રત્યે અમારા હૃદયોમાં વેર (અને દુશ્મની) પેદા ન કર, હે ! અમારા પાલનહાર નિ:શંક તું માયાળુ અને દયાળુ છે.