بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
إِذَا جَآءَكَ ٱلۡمُنَٰفِقُونَ قَالُواْ نَشۡهَدُ إِنَّكَ لَرَسُولُ ٱللَّهِۗ وَٱللَّهُ يَعۡلَمُ إِنَّكَ لَرَسُولُهُۥ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَكَٰذِبُونَ
૧) જ્યારે તમારી પાસે મુનાફિકો (ઢોંગીઓ) આવે છે તો કહે છે કે અમે આ વાતની સાક્ષી આપીએ છીએ કે નિ:શંક તમે જ અલ્લાહના પયગંબર છો, અને અલ્લાહ જાણે છે કે ખરેખર તમે અલ્લાહના પયગંબર છો અને અલ્લાહ સાક્ષી આપે છે કે આ મુનાફિકો તદ્દન જુઠા છે.
ٱتَّخَذُوٓاْ أَيۡمَٰنَهُمۡ جُنَّةٗ فَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِۚ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ
૨) તેઓએ પોતાની સોગંદોને ઢાલ બનાવી રાખી છે, પછી આ લોકો બીજાને અલ્લાહના માર્ગથી રોકે છે, ખૂબ જ ખરાબ છે તે કાર્ય, જે તેઓ કરી રહ્યા છે.
ذَٰلِكَ بِأَنَّهُمۡ ءَامَنُواْ ثُمَّ كَفَرُواْ فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَفۡقَهُونَ
૩) આ એટલા માટે કે તેઓ ઇમાન લાવ્યા અને પછી કુફ્ર કર્યું , તો તેઓના હૃદયો ઉપર મહોર લગાવી દેવામાં આવી, હવે આ લોકો કઈ સમજતા નથી.
۞وَإِذَا رَأَيۡتَهُمۡ تُعۡجِبُكَ أَجۡسَامُهُمۡۖ وَإِن يَقُولُواْ تَسۡمَعۡ لِقَوۡلِهِمۡۖ كَأَنَّهُمۡ خُشُبٞ مُّسَنَّدَةٞۖ يَحۡسَبُونَ كُلَّ صَيۡحَةٍ عَلَيۡهِمۡۚ هُمُ ٱلۡعَدُوُّ فَٱحۡذَرۡهُمۡۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ
૪) જ્યારે તમે તેમને જોઇ લો તો તેમના શરીર તમાને શાનદાર લાગે છે, અને જો તેમની વાતો સાંભળો તો સાંભળતા જ રહી જાઓ, તેમનું ઉદાહરણ એવું છે, જેવું કે એવી લાકડીઓ, જેને ટેકા સાથે લગાવેલી હોય, આ લોકો દરેક (સખત) અવાજને પોતાના વિરૂધ્ધ સમજે છે, આ જ ખરેખર તમાર દુશ્મનો છે, એટલા માટે તેમનાથી સચેત રહો,, અલ્લાહ તેઓને નષ્ટ કરે, કયાં ઊંધા ફરી રહ્યા છે?
وَإِذَا قِيلَ لَهُمۡ تَعَالَوۡاْ يَسۡتَغۡفِرۡ لَكُمۡ رَسُولُ ٱللَّهِ لَوَّوۡاْ رُءُوسَهُمۡ وَرَأَيۡتَهُمۡ يَصُدُّونَ وَهُم مُّسۡتَكۡبِرُونَ
૫) અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આવો ! (જેથી) અલ્લાહના પયગંબર તમારા માટે માફી તલબ કરે, તો પોતાના માથા હલાવે છે અને તમે જોશો કે તે ઘંમડ કરતા રૂકી જાય છે.
سَوَآءٌ عَلَيۡهِمۡ أَسۡتَغۡفَرۡتَ لَهُمۡ أَمۡ لَمۡ تَسۡتَغۡفِرۡ لَهُمۡ لَن يَغۡفِرَ ٱللَّهُ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ
૬) (હે પયગંબર! ) તમે તેમના માટે માફી માંગો અથવા ન માંગો, બન્ને બરાબર છે, (કારણકે) અલ્લાહતઆલા તેમને કદાપિ માફ નહીં કરે. નિ:શંક અલ્લાહ તઆલા (આવા) અવજ્ઞકારી લોકોને હિદાયત નથી આપતો.
هُمُ ٱلَّذِينَ يَقُولُونَ لَا تُنفِقُواْ عَلَىٰ مَنۡ عِندَ رَسُولِ ٱللَّهِ حَتَّىٰ يَنفَضُّواْۗ وَلِلَّهِ خَزَآئِنُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَٰكِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَا يَفۡقَهُونَ
૭) આ જ તે લોકો છે, જેઓ કહે છે કે જે લોકો પયગંબર સાથે છે તેઓના પર કંઇ ખર્ચ ન કરો અહીં સુધી કે તેઓ વિખેરાય જાય, જો કે આકાશો અને ધરતીના બધા ખજાના અલ્લાહની પાસે છે, પરંતુ આ મુનાફિકો સમજતા નથી.
يَقُولُونَ لَئِن رَّجَعۡنَآ إِلَى ٱلۡمَدِينَةِ لَيُخۡرِجَنَّ ٱلۡأَعَزُّ مِنۡهَا ٱلۡأَذَلَّۚ وَلِلَّهِ ٱلۡعِزَّةُ وَلِرَسُولِهِۦ وَلِلۡمُؤۡمِنِينَ وَلَٰكِنَّ ٱلۡمُنَٰفِقِينَ لَا يَعۡلَمُونَ
૮) આ લોકો કહે છે કે જો અમે પાછા ફરી મદીના જઇશું તો ત્યાંનો ઇઝઝતદાર વ્યક્તિ તુચ્છ વ્યક્તિને કાઢી મુકશે, જો કે દરેક પ્રકારની ઇઝઝત તો ફકત અલ્લાહ, તેના પયગંબર અને મોમિનો માટે છે, પરંતુ આ મુનાફિકો આ વાત જાણતા નથી.
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُلۡهِكُمۡ أَمۡوَٰلُكُمۡ وَلَآ أَوۡلَٰدُكُمۡ عَن ذِكۡرِ ٱللَّهِۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ
૯) હે મુસલમાનો ! તમારુ ધન અને તમારી સંતાન તમને અલ્લાહની યાદથી વંચિત ન કરી દે અને જે આવું કરશે તે ખૂબ જ નુકસાનમાં રહેશે.
وَأَنفِقُواْ مِن مَّا رَزَقۡنَٰكُم مِّن قَبۡلِ أَن يَأۡتِيَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ فَيَقُولَ رَبِّ لَوۡلَآ أَخَّرۡتَنِيٓ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖ فَأَصَّدَّقَ وَأَكُن مِّنَ ٱلصَّـٰلِحِينَ
૧૦) અને જે કંઇ પણ અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી (અમારા માર્ગમાં) તે પહેલા ખર્ચ કરો કે તમારા માંથી કોઇનું મૃત્યુ આવી જાય તો તે કહેવા લાગે કે હે મારા પાલનહાર ! મને તે થોડાક સમયની છૂટ કેમ ન આપી? કે હું સદકો કરતો અને સદાચારી લોકોમાં થઇ જતો.