بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
بَرَآءَةٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ
૧) જે મુશરિકો સાથે તમે કરાર કર્યો છે, હવે અલ્લાહ અને તેના રસૂલ આ પ્રમાણેના કરારથી બેજાર હોવાની (ઘોષણા) કરે છે.
فَسِيحُواْ فِي ٱلۡأَرۡضِ أَرۡبَعَةَ أَشۡهُرٖ وَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِ وَأَنَّ ٱللَّهَ مُخۡزِي ٱلۡكَٰفِرِينَ,
૨- અને (હે મુશરિકો !) તમે શહેરમાં ચાર મહિના સુધી હરી-ફરી લો, જાણી લો કે તમે અલ્લાહને લાચાર નથી કરી શકતા, અને એ (પણ યાદ રાખો) કે અલ્લાહ કાફિરોને અપમાનિત
કરવાવાળો છે.
وَأَذَٰنٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلنَّاسِ يَوۡمَ ٱلۡحَجِّ ٱلۡأَكۡبَرِ أَنَّ ٱللَّهَ بَرِيٓءٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ وَرَسُولُهُۥۚ فَإِن تُبۡتُمۡ فَهُوَ خَيۡرٞ لَّكُمۡۖ وَإِن تَوَلَّيۡتُمۡ فَٱعۡلَمُوٓاْ أَنَّكُمۡ غَيۡرُ مُعۡجِزِي ٱللَّهِۗ وَبَشِّرِ ٱلَّذِينَ كَفَرُواْ بِعَذَابٍ أَلِيمٍ,
૩- અલ્લાહ અને તેના પયગંબર તરફથી લોકોને પવિત્ર હજ્જના દિવસે સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવે છે કે અલ્લાહ મુશરિકોથી બેજાર છે અને તેના પયગંબર પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે ઉત્તમ છે અને જો તમે અવગણના કરો તો જાણી લો કે તમે અલ્લાહને હરાવી નથી શકતા અને (હે નબી) તે કાફિરોને દુઃખદાયી અઝાબની ખુશખબરી આપી દો.
إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ ثُمَّ لَمۡ يَنقُصُوكُمۡ شَيۡـٔٗا وَلَمۡ يُظَٰهِرُواْ عَلَيۡكُمۡ أَحَدٗا فَأَتِمُّوٓاْ إِلَيۡهِمۡ عَهۡدَهُمۡ إِلَىٰ مُدَّتِهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ,
૪- હા, જે મુશરિકો સાથે તમે કરાર કર્યો હોય અને તેઓએ તે કરાર નિભાવવામાં સહેજ પણ પાછા ન ફર્યા હોય તેમજ ન તો તેઓએ તમારા વિરુદ્ધ કોઈની મદદ કરી હોય, તો તેમની સાથે નક્કી કરેલ સમય સુધી તેમનો કરાર પૂરો કરો, કારણકે અલ્લાહ પરહેજગારોને પસંદ કરે છે.
فَإِذَا ٱنسَلَخَ ٱلۡأَشۡهُرُ ٱلۡحُرُمُ فَٱقۡتُلُواْ ٱلۡمُشۡرِكِينَ حَيۡثُ وَجَدتُّمُوهُمۡ وَخُذُوهُمۡ وَٱحۡصُرُوهُمۡ وَٱقۡعُدُواْ لَهُمۡ كُلَّ مَرۡصَدٖۚ فَإِن تَابُواْ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّكَوٰةَ فَخَلُّواْ سَبِيلَهُمۡۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ,
૫- હુરમતના ચાર મહિના પસાર થઈ જાય તો મુશરિકોને જ્યાં જુઓ ત્યાં કતલ કરી દો, તેમને પકડી લો, તેમને કેદી બનાવી લો, અને દરેક ઘાટીઓમાં તેમની રાહ જોતા બેસી જાઓ, પછી જો તેઓ તૌબા કરી લે, નમાઝ કાયમ કરી લે, અને ઝકાત આપવા લાગે તો તેમનો માર્ગ છોડી દો, (કારણકે) અલ્લાહ માફ કરનાર અને અત્યંત રહમ કરવાવાળો છે.
وَإِنۡ أَحَدٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ ٱسۡتَجَارَكَ فَأَجِرۡهُ حَتَّىٰ يَسۡمَعَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ أَبۡلِغۡهُ مَأۡمَنَهُۥۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡلَمُونَ,
૬- જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે, પછી તે વ્યક્તિને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તેઓ જ્ઞાન નથી ધરાવતા.
كَيۡفَ يَكُونُ لِلۡمُشۡرِكِينَ عَهۡدٌ عِندَ ٱللَّهِ وَعِندَ رَسُولِهِۦٓ إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّمۡ عِندَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۖ فَمَا ٱسۡتَقَٰمُواْ لَكُمۡ فَٱسۡتَقِيمُواْ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ,
૭- અલ્લાહ અને રસૂલ સાથે મુશરિકોનો કરાર કઈ રીતે (ભરોસાપાત્ર) હોઈ શકે છે, તે લોકો સિવાય જેમણે મસ્જિદે હરામ પાસે તમારી સાથે કરાર કર્યો હતો, તો જ્યાં સુધી તમારી સાથે તેઓ સીધા રહ્યા, તમે પણ તેઓની સાથે સીધા જ રહો, અલ્લાહ ખરેખર પરહેજગાર લોકોને પસંદ કરે છે.
كَيۡفَ وَإِن يَظۡهَرُواْ عَلَيۡكُمۡ لَا يَرۡقُبُواْ فِيكُمۡ إِلّٗا وَلَا ذِمَّةٗۚ يُرۡضُونَكُم بِأَفۡوَٰهِهِمۡ وَتَأۡبَىٰ قُلُوبُهُمۡ وَأَكۡثَرُهُمۡ فَٰسِقُونَ,
૮- તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે.
ٱشۡتَرَوۡاْ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلٗا فَصَدُّواْ عَن سَبِيلِهِۦٓۚ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ,
૯- તેઓએ અલ્લાહની આયતોને નજીવા દરે વેચી નાખી અને પછી લોકોને અલ્લાહના માર્ગથી રોકતા રહ્યા, ઘણું જ ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે.
لَا يَرۡقُبُونَ فِي مُؤۡمِنٍ إِلّٗا وَلَا ذِمَّةٗۚ وَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُعۡتَدُونَ,
૧૦- આ લોકો તો મોમિનની કોઈ બાબતમાં ન તો કોઈ સબંધનો ખ્યાલ કરતા હોય છે અને ન તો કરારનો ખ્યાલ રાખતા હોય છે, અને આ લોકો જ હદ વટાવવામાં ખૂબ આગળ વધી રહ્યા છે.