بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
ٱتَّخَذُوٓاْ أَحۡبَارَهُمۡ وَرُهۡبَٰنَهُمۡ أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِ وَٱلۡمَسِيحَ ٱبۡنَ مَرۡيَمَ وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُوٓاْ إِلَٰهٗا وَٰحِدٗاۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَۚ سُبۡحَٰنَهُۥ عَمَّا يُشۡرِكُونَ,
૩૧- તે લોકોએ પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને અલ્લાહને છોડીને રબ બનાવ્યા છે અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે તે એક અલાલજ સિવાય કોઈની બંદગી ન કરશો, જેના સિવાય કોઈ ઇલાહ નથી, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી પાક છે, જેમને આ લોકો ભાગીદાર બનાવે છે.
يُرِيدُونَ أَن يُطۡفِـُٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَيَأۡبَى ٱللَّهُ إِلَّآ أَن يُتِمَّ نُورَهُۥ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ,
૩૨) તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને પોતાની ફૂંક વડે હોલવી નાંખે અને અલ્લાહ તઆલા આ વાતોનો ઇન્કાર કરે છે, પરંતુ અલ્લાહ પોતાના પ્રકાશને પૂરો કરીને જ રહેશે ભલેને આ કાફિરો પસંદ ન કરે.
هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُشۡرِكُونَ,
૩૩- તેણે જ પોતાના પયગંબરને સત્ય માર્ગદર્શન અને સાચો દીન આપી મોકલ્યા, કે તે દીનને દરેક દીન ઉપર પ્રભાવિત કરી દે, ભલેને મુશરિક ખોટું સમજે.
۞يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡأَحۡبَارِ وَٱلرُّهۡبَانِ لَيَأۡكُلُونَ أَمۡوَٰلَ ٱلنَّاسِ بِٱلۡبَٰطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِۗ وَٱلَّذِينَ يَكۡنِزُونَ ٱلذَّهَبَ وَٱلۡفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ ٱللَّهِ فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٖ,
૩૪- હે ઈમાનવાળાઓ ! યહૂદી લોકોના આલિમો અને ઈબાદત કરનાર લોકોનું ધન અયોગ્ય તરીકાથી ખાઈ છે, અને લોકોને અલ્લાહના માર્ગથી રોકે છે, જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુ:ખદાયી અઝાબની ખુશખબર આપી દો.
يَوۡمَ يُحۡمَىٰ عَلَيۡهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكۡوَىٰ بِهَا جِبَاهُهُمۡ وَجُنُوبُهُمۡ وَظُهُورُهُمۡۖ هَٰذَا مَا كَنَزۡتُمۡ لِأَنفُسِكُمۡ فَذُوقُواْ مَا كُنتُمۡ تَكۡنِزُونَ,
૩૫- જે દિવસે (સોનું અને ચાંદી) જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેના વડે તેઓના કપાળોને, ખભાના ભાગને અને પીઠોને દઝાડવામાં આવશે, (તેઓને કહેવામાં આવશે) આ તે ખજાનો છે, જેને તમે પોતાના માટે ભેગી કરીને બનાવી રાખ્યો હતો, હવે ! ભેગું કરેલું પોતાના ધનનો સ્વાદ ચાખો.
إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثۡنَا عَشَرَ شَهۡرٗا فِي كِتَٰبِ ٱللَّهِ يَوۡمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ مِنۡهَآ أَرۡبَعَةٌ حُرُمٞۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلۡقَيِّمُۚ فَلَا تَظۡلِمُواْ فِيهِنَّ أَنفُسَكُمۡۚ وَقَٰتِلُواْ ٱلۡمُشۡرِكِينَ كَآفَّةٗ كَمَا يُقَٰتِلُونَكُمۡ كَآفَّةٗۚ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ,
૩૬- જે દિવસે આકાશ અને ધરતીનું સર્જન કર્યું તે દિવસથી જ
મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તેમાંથી ચાર પવિત્ર મહિના છે, આ જ સત્ય ધર્મ છે, તમે તે મહિનાઓમાં પોતાના જીવો પર અત્યાચાર ન કરો અને તમે દરેક મુશરિકો સાથે જિહાદ કરો, જેવી રીતે કે તેઓ તમારી સાથે લડે છે અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
إِنَّمَا ٱلنَّسِيٓءُ زِيَادَةٞ فِي ٱلۡكُفۡرِۖ يُضَلُّ بِهِ ٱلَّذِينَ كَفَرُواْ يُحِلُّونَهُۥ عَامٗا وَيُحَرِّمُونَهُۥ عَامٗا لِّيُوَاطِـُٔواْ عِدَّةَ مَا حَرَّمَ ٱللَّهُ فَيُحِلُّواْ مَا حَرَّمَ ٱللَّهُۚ زُيِّنَ لَهُمۡ سُوٓءُ أَعۡمَٰلِهِمۡۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ,
૩૭) મહિનાઓને આગળ પાછળ કરી દેવું કૂફરની હરકત છે, આના વડે તે લોકો ગુમરાહીના પડ્યા રહે છે, તેઓ એક વર્ષ કોઈ મહિનાને હલાલ સમજી લે છે, અને બીજા વર્ષે તે જ મહિનાને હરામ ઠહેરાવે છે, જેથી કે અલ્લાહની પવિત્ર મહિનાની ગણતરી પુરી કરી લે, અને એવી જ રીતે તેઓ તે મહિનાને હલાલ કરી લે છે, જે મહિનાને અલ્લાહ તઆલાએ પવિત્ર ગણાવ્યો છે, તેમના માટે તેમના ખરાબ કાર્યોને સારા બતાવી દેવામાં આવ્યા છે, અને અલ્લાહ કાફિરોને સત્ય માર્ગ નથી બતાવતો.
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ مَا لَكُمۡ إِذَا قِيلَ لَكُمُ ٱنفِرُواْ فِي سَبِيلِ ٱللَّهِ ٱثَّاقَلۡتُمۡ إِلَى ٱلۡأَرۡضِۚ أَرَضِيتُم بِٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا مِنَ ٱلۡأٓخِرَةِۚ فَمَا مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فِي ٱلۡأٓخِرَةِ إِلَّا قَلِيلٌ,
૩૮- હે ઈમાનવાળાઓ ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે નીકળો, તો તમે ધરતીને વળગી રહો છો, શું તમે આખિરતના બદલામાં દુનિયાના જીવનને પ્રાથમિકતા આપો છો? સાંભળો ! દુનિયાનું જીવન તો આખિરતની તુલમાં બસ થોડું જ છે.
إِلَّا تَنفِرُواْ يُعَذِّبۡكُمۡ عَذَابًا أَلِيمٗا وَيَسۡتَبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ وَلَا تَضُرُّوهُ شَيۡـٔٗاۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ,
૩૯- જો તમે ન નીકળ્યા તો, તમને અલ્લાહ તઆલા સખત સજા આપશે અને તમારી જગ્યાએ બીજાને લાવશે, તમે અલ્લાહ તઆલાને કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
إِلَّا تَنصُرُوهُ فَقَدۡ نَصَرَهُ ٱللَّهُ إِذۡ أَخۡرَجَهُ ٱلَّذِينَ كَفَرُواْ ثَانِيَ ٱثۡنَيۡنِ إِذۡ هُمَا فِي ٱلۡغَارِ إِذۡ يَقُولُ لِصَٰحِبِهِۦ لَا تَحۡزَنۡ إِنَّ ٱللَّهَ مَعَنَاۖ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَيۡهِ وَأَيَّدَهُۥ بِجُنُودٖ لَّمۡ تَرَوۡهَا وَجَعَلَ كَلِمَةَ ٱلَّذِينَ كَفَرُواْ ٱلسُّفۡلَىٰۗ وَكَلِمَةُ ٱللَّهِ هِيَ ٱلۡعُلۡيَاۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ,
૪૦- જો તમે તે (મુહમ્મદ સલ્લલ્લાહુ વસલ્લમ)ની મદદ નહીં કરો તો (આ પહેલા) અલ્લાહએ તે નબીની મદદ કરી, જ્યારે કાફિરોએ તેમને (મક્કાથી) કાઢી મુક્યા, જ્યારે કે તે બન્ને ગુફામાં હતા, અને તે બન્ને માંથી એક પોતાના સાથીને કહી રહ્યો હતો, " ગમ ન કરો, અલ્લાહ આપણી સાથે છે" પછી અલ્લાહ તઆલાએ તે લોકોને પોતાના તરફથી શાંતિ આપી અને એવા લશ્કરો દ્વારા તેમની મદદ કરી જેને તમે જોયા જ નથી, તેણે કાફિરોની વાતને હલકી કરી દીધી અને ઊંચી અને મૂલ્યવાન તો અલ્લાહની વાત જ છે, અલ્લાહ વિજયી, હિકમતવાળો છે.