بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
يُبَشِّرُهُمۡ رَبُّهُم بِرَحۡمَةٖ مِّنۡهُ وَرِضۡوَٰنٖ وَجَنَّـٰتٖ لَّهُمۡ فِيهَا نَعِيمٞ مُّقِيمٌ,
૨૧- તેમને તેમનો પાલનહાર પોતાની કૃપા અને પ્રસન્નતાની
ખુશખબર આપે છે, અને તેમના માટે એવા બગીચાઓ છે, જેની નેઅમતો હંમેશા માટે છે.
خَٰلِدِينَ فِيهَآ أَبَدًاۚ إِنَّ ٱللَّهَ عِندَهُۥٓ أَجۡرٌ عَظِيمٞ,
૨૨- ત્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહની પાસે ખરેખર ઘણો જ પુષ્કળ બદલો છે.
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُوٓاْ ءَابَآءَكُمۡ وَإِخۡوَٰنَكُمۡ أَوۡلِيَآءَ إِنِ ٱسۡتَحَبُّواْ ٱلۡكُفۡرَ عَلَى ٱلۡإِيمَٰنِۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ,
૨૩- હે ઈમાનવાળાઓ ! જો તમારા પિતા અને ભાઈ ઈમાન વિરુદ્ધ કૂફરને પસંદ કરે તો તેમને પણ પોતાના મિત્ર ન બનાવો, અને તમારા માંથી જે વ્યક્તિ તેમને મિત્ર બનાવશે તો આવા લોકો જ જાલિમ લોકો છે.
قُلۡ إِن كَانَ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ وَإِخۡوَٰنُكُمۡ وَأَزۡوَٰجُكُمۡ وَعَشِيرَتُكُمۡ وَأَمۡوَٰلٌ ٱقۡتَرَفۡتُمُوهَا وَتِجَٰرَةٞ تَخۡشَوۡنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرۡضَوۡنَهَآ أَحَبَّ إِلَيۡكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٖ فِي سَبِيلِهِۦ فَتَرَبَّصُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ,
૨૪- (હે પયગંબર ! તમે મુસલમાનોને) કહી દો, કે જો તમારા પિતા, તમારા બાળકો, તમારા ભાઇ, તમારી પત્નીઓ, તમારા કુટુંબીઓ, અને તમારી તે કમાણી અને તે વેપાર, જેના નુકસાનથી તમે ડરો છો, અને તે હવેલીઓ જેમને તમે પસંદ કરો છો, જો આ બધું જ તમને અલ્લાહ અને તેના પયગંબરથી અને તેના માર્ગમાં જિહાદ કરવાથી વધારે પસંદ હોય તો તમે અલ્લાહના નિર્ણયની રાહ જુઓ, અને અલ્લાહ તઆલા વિદ્રોહી લોકોને માર્ગ નથી બતાવતો.
لَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٖ وَيَوۡمَ حُنَيۡنٍ إِذۡ أَعۡجَبَتۡكُمۡ كَثۡرَتُكُمۡ فَلَمۡ تُغۡنِ عَنكُمۡ شَيۡـٔٗا وَضَاقَتۡ عَلَيۡكُمُ ٱلۡأَرۡضُ بِمَا رَحُبَتۡ ثُمَّ وَلَّيۡتُم مُّدۡبِرِينَ,
૨૫- અલ્લાહએ (આ પહેલા) ઘણી જગ્યાઓ પર તમારી મદદ કરી છે, અને "હુનૈન"ની લડાઇ વખતે પણ, (તમારી મદદ કરી) જ્યારે કે તમને પોતાના મોટા લશ્કર પર ઘમંડ હતું, પરંતુ તે વધારો તમને કંઈ પણ કામમાં ન આવ્યો, વિશાળ ધરતી હોવા છતાં તે તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ બતાવી ભાગવા લાગ્યા.
ثُمَّ أَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَنزَلَ جُنُودٗا لَّمۡ تَرَوۡهَا وَعَذَّبَ ٱلَّذِينَ كَفَرُواْۚ وَذَٰلِكَ جَزَآءُ ٱلۡكَٰفِرِينَ,
૨૬- પછી અલ્લાહએ પોતાના પયગંબર પર અને ઈમાનવાળાઓ શાંતિ ઉતારી અને પોતાના તે લશ્કરો મોકલ્યા જેને તમે જોઇ નથી રહ્યા અને કાફિરોને સખત સજા આપી, તે કાફિરોનો આ જ બદલો હતો.
ثُمَّ يَتُوبُ ٱللَّهُ مِنۢ بَعۡدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَآءُۗ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ,
૨૭- ત્યારબાદ જેને ઇચ્છશે તેને તૌબા કરવાની તૌફીક આપી દેશે, અને તે દરગુજર કરવાવાળો અને રહેમ કરવાવાળો છે.
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّمَا ٱلۡمُشۡرِكُونَ نَجَسٞ فَلَا يَقۡرَبُواْ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ بَعۡدَ عَامِهِمۡ هَٰذَاۚ وَإِنۡ خِفۡتُمۡ عَيۡلَةٗ فَسَوۡفَ يُغۡنِيكُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦٓ إِن شَآءَۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ حَكِيمٞ,
૨૮- હે ઈમાનવાળાઓ ! ખરેખર મુશરિક તદ્દન નાપાક છે, એટલા માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની આસ-પાસ પણ ન ભટકે, જો તમને લાચારીનો ભય છે તો અલ્લાહ તઆલા તમને પોતાની કૃપાથી ધનવાન બનાવી દેશે, જો અલ્લાહ ઇચ્છે, અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે.
قَٰتِلُواْ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ ٱللَّهُ وَرَسُولُهُۥ وَلَا يَدِينُونَ دِينَ ٱلۡحَقِّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حَتَّىٰ يُعۡطُواْ ٱلۡجِزۡيَةَ عَن يَدٖ وَهُمۡ صَٰغِرُونَ,
૨૯- (અને) અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર, અને ન તો તેઓ તે વસ્તુને હરામ સમજે છે, જે વસ્તુ અલ્લાહ અને તેના રસૂલે તેમના હરામ કરી દીધી છે, અને ન તો સત્ય દીનને પોતાનો દીન કહે છે, અહીં સુધી કે તેઓ ટેક્સ આપતા થઈ જાય અને નાના બનીને રહેવાનું પસંદ કરી લે.
وَقَالَتِ ٱلۡيَهُودُ عُزَيۡرٌ ٱبۡنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلۡمَسِيحُ ٱبۡنُ ٱللَّهِۖ ذَٰلِكَ قَوۡلُهُم بِأَفۡوَٰهِهِمۡۖ يُضَٰهِـُٔونَ قَوۡلَ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ,
૩૦- યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે, આ વાતો ફકત તેઓના મોઢાઓની છે, પૂર્વજોની વાતોને આ લોકો પણ નકલ કરવા લાગ્યા, અલ્લાહ તેઓને નષ્ટ કરે, તે કેવા ઉથલ પાથલ કરવામાં આવે છે.