૮) શું તેઓ કહે છે કે આ (કુરઆન)ને તેણે (મુહમ્મદ) પોતે ઘડી કાઢ્યું છે, તમે તેમને કહી દો કે જો આ (કુરઆન) મેં જ બનાવ્યું હોય, તો તમે મને અલ્લાહની પકડથી નહિ બચાવી શકો, જે વાતો તમે કરી રહ્યા છો, તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, મારી અને તમારી વચ્ચે સાક્ષી આપવા માટે અલ્લાહ જ પુરતો છે, તે માફ કરવાવાળો અને દયાળુ છે.