بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
الٓرۚ كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ لِتُخۡرِجَ ٱلنَّاسَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ بِإِذۡنِ رَبِّهِمۡ إِلَىٰ صِرَٰطِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ
૧) અલિફ-લામ-રૉ. [1] આ કિતાબ અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે, તમે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવો, (અર્થાત) તેમના પાલનહારના આદેશથી લોકોને તે માર્ગ તરફ લાવો, જે જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહનો માર્ગ છે.
ٱللَّهِ ٱلَّذِي لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَوَيۡلٞ لِّلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٖ شَدِيدٍ
૨) તે અલ્લાહ, જે આકાશો અને ધરતીમાં જે કઈ પણ છે, તેનો માલિક છે, અને કાફિરો માટે સખત અઝાબની ચેતના છે.
ٱلَّذِينَ يَسۡتَحِبُّونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا عَلَى ٱلۡأٓخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبۡغُونَهَا عِوَجًاۚ أُوْلَـٰٓئِكَ فِي ضَلَٰلِۭ بَعِيدٖ
૩) જે આખિરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં પોતાની ઈચ્છા પ્રમાણે ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાની ગુમરાહીમાં છે.
وَمَآ أَرۡسَلۡنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوۡمِهِۦ لِيُبَيِّنَ لَهُمۡۖ فَيُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
૪) અને અમે જે પયગંબરો પણ મોકલ્યાત, તેણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા, જેથી તે પયગંબર તે લોકો માટે સરેક વાત સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્યમાર્ગ બતાવે છે, અને તે દરેક વિજયી અને હિકમતવાળો છે.
وَلَقَدۡ أَرۡسَلۡنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ أَنۡ أَخۡرِجۡ قَوۡمَكَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ وَذَكِّرۡهُم بِأَيَّىٰمِ ٱللَّهِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّكُلِّ صَبَّارٖ شَكُورٖ
૫) અને અમે મૂસાને મુઅજિઝહ લઇ મોકલ્યા (અને કહ્યું) કે તું પોતાની કોમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ બોલાવો, અને તેમને અલ્લાહના (અઝાબ વિશે) યાદ જણાવો,, તેમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે નિશાનીઓ છે.
وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ أَنجَىٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ وَيُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ
૬) અને (યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે, જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા હતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી.
وَإِذۡ تَأَذَّنَ رَبُّكُمۡ لَئِن شَكَرۡتُمۡ لَأَزِيدَنَّكُمۡۖ وَلَئِن كَفَرۡتُمۡ إِنَّ عَذَابِي لَشَدِيدٞ
૭) અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું હતું કે જો તમે શુકર (આભાર) કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે શુકર નહિ કરો તો ખરેખર મારો અઝાબ પણ ઘણો સખત છે.
وَقَالَ مُوسَىٰٓ إِن تَكۡفُرُوٓاْ أَنتُمۡ وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا فَإِنَّ ٱللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ
૮) અને મૂસાએ તમને કહ્યું કે જો તમે બધા અને ધરતીના દરેક લોકો કુફર કરશો, તો પણ અલ્લાહ (તમારા બધાથી) બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે.
أَلَمۡ يَأۡتِكُمۡ نَبَؤُاْ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعۡدِهِمۡ لَا يَعۡلَمُهُمۡ إِلَّا ٱللَّهُۚ جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَرَدُّوٓاْ أَيۡدِيَهُمۡ فِيٓ أَفۡوَٰهِهِمۡ وَقَالُوٓاْ إِنَّا كَفَرۡنَا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ وَإِنَّا لَفِي شَكّٖ مِّمَّا تَدۡعُونَنَآ إِلَيۡهِ مُرِيبٖ
૯) શું તમારી પાસે તમારા કરતા પહેલાના લોકોની ખબર નથી આવી ? એટલે કે નૂહ, આદ અને ષમૂદની કોમની અને તેમના પછી આવનારા લોકોની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમે લઇનેઆવ્યા છો અમે તેનો ઇન્કાર કરીએ છીએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો એવી શંકમાં પડેલા છે, જેણે અમને બેચેન કરી દીધા છે.
۞قَالَتۡ رُسُلُهُمۡ أَفِي ٱللَّهِ شَكّٞ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يَدۡعُوكُمۡ لِيَغۡفِرَ لَكُم مِّن ذُنُوبِكُمۡ وَيُؤَخِّرَكُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۚ قَالُوٓاْ إِنۡ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُنَا فَأۡتُونَا بِسُلۡطَٰنٖ مُّبِينٖ
૧૦) તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું તે અલ્લાહ વિશે તમને શંકા છે, જે આકાશો અને ધરતીને બનાવનાર છે? તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેઓ કહેવા લાગ્યા, તમે તો અમારી જેમ જ ઇન્સાન છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે માબૂદોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો.