૪૧- ઝકરિયા કહેવા લાગ્યા કે પાલનહાર ! મારા માટે આની કોઇ નિશાની નક્કી કરી દેં, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તમે લોકો સાથે વાત નહી કરી શકો, ફકત ઇશારાથી સમજાવશો, આ દિવસોમાં તમે પોતાના પાલનહારના નામનો ઝિકર વધારે કરો અને સવાર-સાંજ તેના જ નામનો ઝિકર કરતા રહો.