૨૦) અને જે લોકો ઇમાન લાવ્યા તેઓ કહે છે કે (યુદ્ધ બાબતે) કેમ કોઇ સૂરહ ઉતારવામાં આવતી નથી? પછી જ્યારે કોઇ સ્પષ્ટ સૂરહ ઉતારવામાં આવી અને તેમાં લડાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તમે જૂઓ છો કે જે લોકોના હૃદયોમાં (નીફાક)ની બિમારી છે, તેઓ તમારી તરફ એવી રીતે જૂએ છે જેવી રીતે કોઈ વ્યક્તિ પર મૃત્યુની સ્થિતિ આવી પહોચી હોય આવા લોકો માટે નષ્ટતા છે.