૧૪) આ લોકો રાડો પાડીને તેમને (જન્નતીઓ ને) કહેશે કે શું અમે (દુનિયામાં) તમારી સાથે ન હતા? (મોમિન) કહેશે કે હા, હતા તો ખરા, પણ તમે પોતે વિદ્રોહી બની ગયા હતા અને પ્રતિક્ષા કરવામાં જ રહી ગયા અને શંકા કરતા રહ્યા અને તમને તમારા બેકારના શોખોએ ધોકા માં જ રાખ્યા, ત્યાં સૂધી કે અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો અને તમને અલ્લાહ વિશે ધોકો આપનાર (શેતાને) ધોકામાં જ રાખ્યા.