૨૧) તમે પોતાના પાલનહારની ક્ષમા તરફ અને તેની જન્નત પ્રાપ્ત કરવા માટે એકબીજાથી આગળ વધી જાવ, જેની ચોડાઇ આકાશ અને ધરતીની ચોડાઇ જેટલી છે, આ તે લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જે અલ્લાહ અને તેના પયગંબરો પર ઇમાન ધરાવે છે. આ અલ્લાહની કૃપા છે, જેને ઇચ્છે તેને આપે છે અને અલ્લાહ ઘણો જ કૃપાળુ છે.