૧૨૪- અને જ્યારે કોઈ (નવી) સૂરહ ઉતારવામાં આવે છે તો કેટલાક મુનાફિક લોકો કહે છે કે આ સૂરહએ તમારા માંથી કોનું ઇમાન વધારે કર્યું, (તો તેનો જવાબ આ પ્રમાણે છે) જે લોકો ઇમાનવાળાઓ છે, આ સૂરહએ ખરેખર તેમના ઇમાનમાં વધારો કર્યો અને તેઓ (આ સૂરહ ઉતારવાના કારણે) ખુશ થતા હોય છે.