૮૧- પાછળ રહી જનારા મુનાફિક લોકો પયગંબરના ગયા પછી, બેસી રહેવા પર રાજી છે, તેઓએ અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરવાને પસંદ ન કર્યું અને તેઓ (બીજાને) કહેવા લાગ્યા, આવી ગરમીમાં (જિહાદ કરવા માટે) ન નીકળો, તમે તેમને કહી દો કે જહન્નમની આગ આના કરતા ખૂબ જ ગરમ છે, કાશ કે તેઓ સમજતા હોત.