૨૫- અલ્લાહએ (આ પહેલા) ઘણી જગ્યાઓ પર તમારી મદદ કરી છે, અને "હુનૈન"ની લડાઇ વખતે પણ, (તમારી મદદ કરી) જ્યારે કે તમને પોતાના મોટા લશ્કર પર ઘમંડ હતું, પરંતુ તે વધારો તમને કંઈ પણ કામમાં ન આવ્યો, વિશાળ ધરતી હોવા છતાં તે તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ બતાવી ભાગવા લાગ્યા.