૧૬૧- અને જ્યારે તેઓને આદેશ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઇને રહો અને જ્યાંથી ઇચ્છો ત્યાંથી ખાઓ અને જબાન વડે એવું કહેજો કે (હે અલ્લાહ!) અમે તારી માફી ઇચ્છીએ છે, અને (વસ્તીના) દરવાજામાં ઝૂકીને પ્રવેશ કરજો, તો અમે તમારી ભૂલો માફ કરી દઇશું અને નેકી કરવાવાળાઓને વધુ સવાબ પણ આપીશું.