૩૩- તમે તેમને કહી દો કે મારા પાલનહારે જે વસ્તુ હરામ કરી છે, તે આ પ્રમાણે છે, અશ્લીલ કાર્યો, ભલેને જાહેરમાં હોય કે છુપી રીતે હોય, અને ગુનાહના કાર્યો અને અત્યાચાર કરવાને અને એ કે તમે અલ્લાહના ભાગીદાર ઠહેરાવો, જેના માટે તેણે કોઈ પુરાવો નથી ઉતાર્યો અને એ કે તમે અલ્લાહ વિશે એવી વાતો કહો, જેની તમને જાણ નથી.