૭૧- (હૂદે) કહ્યું કે બસ ! હવે તમારા પર અલ્લાહ તરફથી અઝાબ અને ગુસ્સો નક્કી થઈ ગયો છે, શું તમે મારાથી તે નામો વિશે ઝઘડો કરો છો, જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખ્યા છે, તેઓના પૂજ્ય હોવાના કોઇ પુરાવા અલ્લાહએ નથી ઉતાર્યા, તો તમે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.