૩૨- તમે તેમને પૂછો કે અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ માટે જે શણગાર અને ખાવાપીવાની વસ્તુઓ પેદા કરી છે, તેને કોણે હરામ કરી દીધી? તમે કહી દો કે આ વસ્તુઓ તે લોકો માટે છે, જેઓ ઈમાન લઈ આવે અને કયામતના દિવસે ફક્ત તેમના માટે જ હશે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ.