સૂરાહ મુજાદિલો - ગુજરાતી અનુવાદ, લિપ્યંતરણ, તફ્સીર - થી [10-20] સુધી

Read More
Read Less
 

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

 

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قِيلَ لَكُمۡ تَفَسَّحُواْ فِي ٱلۡمَجَٰلِسِ فَٱفۡسَحُواْ يَفۡسَحِ ٱللَّهُ لَكُمۡۖ وَإِذَا قِيلَ ٱنشُزُواْ فَٱنشُزُواْ يَرۡفَعِ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ دَرَجَٰتٖۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ

૧૧) હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે.

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَٰجَيۡتُمُ ٱلرَّسُولَ فَقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَةٗۚ ذَٰلِكَ خَيۡرٞ لَّكُمۡ وَأَطۡهَرُۚ فَإِن لَّمۡ تَجِدُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ

૧૨) હે મુસલમાનો ! જ્યારે તમે પયગંબરથી વાતચીત કરવા ઇચ્છો તો પોતાની વાતચીત પહેલા કંઇક સદકો (દાન) આપી દો આ તમારા માટે ઉત્તમ અને પવિત્ર છે, હાં જો તમારી પાસે (સદકો) આપવા માટે કઈ ન હોય, તો નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો ,દયાળુ છે.

ءَأَشۡفَقۡتُمۡ أَن تُقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَٰتٖۚ فَإِذۡ لَمۡ تَفۡعَلُواْ وَتَابَ ٱللَّهُ عَلَيۡكُمۡ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَطِيعُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ

૧૩) શું તમે પોતાની વાતચીત પહેલા સદકો આપવાથી ડરી ગયા ? બસ જ્યારે તમે આવું ન કર્યુ અને અલ્લાહ તઆલાએ પણ તમને માફ કરી દીધા તો હવે નમાઝ હંમેશા પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, તમે જે કંઇ પણ કરો છો તે ને અલ્લાહ સારી રીતે જાણે છે.

۞أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ تَوَلَّوۡاْ قَوۡمًا غَضِبَ ٱللَّهُ عَلَيۡهِم مَّا هُم مِّنكُمۡ وَلَا مِنۡهُمۡ وَيَحۡلِفُونَ عَلَى ٱلۡكَذِبِ وَهُمۡ يَعۡلَمُونَ

૧૪) શું તમે તે લોકોને જોયા નથી ? જેમણે તે લોકો સાથે મિત્રતા કરી, જેમના પર અલ્લાહ ખુબ જ ગુસ્સે થઇ ચુકયો છે, ન તો આ (મુનાફિક) તમારા માંથી છે અને ન તેમના માંથી છે, જાણવા છતાં જુઠી વાતો પર કસમો ખાઇ રહ્યા છે.

أَعَدَّ ٱللَّهُ لَهُمۡ عَذَابٗا شَدِيدًاۖ إِنَّهُمۡ سَآءَ مَا كَانُواْ يَعۡمَلُونَ

૧૫) અલ્લાહ તઆલા એ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, ખરેખર જે કઈ તેઓ કરી રહ્યા છે ,અત્યંત ખોટું છે.

ٱتَّخَذُوٓاْ أَيۡمَٰنَهُمۡ جُنَّةٗ فَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ فَلَهُمۡ عَذَابٞ مُّهِينٞ

૧૬) તે લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે જેની આડમાં તે લોકોને અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે તેમના માટે અપમાનજનક અઝાબ છે.

لَّن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَـٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ

૧૭) તેમનું ધન અને સંતાનો અલ્લાહ પાસે કંઇ જ કામ નહીં આવે, આ લોકો જહન્નમી છે. જેમાં તેઓ હંમેશા રહેશે.

يَوۡمَ يَبۡعَثُهُمُ ٱللَّهُ جَمِيعٗا فَيَحۡلِفُونَ لَهُۥ كَمَا يَحۡلِفُونَ لَكُمۡ وَيَحۡسَبُونَ أَنَّهُمۡ عَلَىٰ شَيۡءٍۚ أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلۡكَٰذِبُونَ

૧૮) જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે (આવી રીતે) તેમનું કઈ કામ બની જાય, જાણી લો! ખરેખર તેઓ જ જુઠા છે.

ٱسۡتَحۡوَذَ عَلَيۡهِمُ ٱلشَّيۡطَٰنُ فَأَنسَىٰهُمۡ ذِكۡرَ ٱللَّهِۚ أُوْلَـٰٓئِكَ حِزۡبُ ٱلشَّيۡطَٰنِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱلشَّيۡطَٰنِ هُمُ ٱلۡخَٰسِرُونَ

૧૯) તેમના પર શેતાન છવાઇ ગયો છે અને તેમને અલ્લાહના ઝિકરથી વંચિત કરી દીધા છે, આ શેતાની જૂથ છે, સાંભળો! કે શેતાની જૂથ જ નુકસાન ઉઠાવનારા હશે.

إِنَّ ٱلَّذِينَ يُحَآدُّونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ أُوْلَـٰٓئِكَ فِي ٱلۡأَذَلِّينَ

૨૦) નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે, તે લોકો સૌથી વધારે અપમાનિત છે.

Surah gujarati Translation and Transliteration

In Surah you can read the translation of Ahmad Raza Khan who was a renowned scholar of the Islamic world and his translation book is known as Kanzul Imaan. You can read the transliteration of Surah which will help you to understand how to read the Arabic text. Apart from that, we have included a Word-By-Word gujarati Translation of the Arabic text of Surah .

Surah gujarati Tafsir/Tafseer (Commentry)

In Surah we have included two Tafseer (Commentary) in gujarati. The first one is from Mufti Ahmad Yaar Khan who was a well-known scholar. In this tafsir, we have also included the most popular Tafsir Ibn-Kathir which is the most comprehensive tafsir available in the world. You can read both or any one of your choice.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now