بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
۞يَوۡمَ تَأۡتِي كُلُّ نَفۡسٖ تُجَٰدِلُ عَن نَّفۡسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ
૧૧૧) જે દિવસે દરેક વ્યક્તિ પોતાના માટે ઝઘડો કરતો આવશે અને દરેક વ્યક્તિને, તેણે કરેલા કાર્યોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં નહીં આવે.
وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا قَرۡيَةٗ كَانَتۡ ءَامِنَةٗ مُّطۡمَئِنَّةٗ يَأۡتِيهَا رِزۡقُهَا رَغَدٗا مِّن كُلِّ مَكَانٖ فَكَفَرَتۡ بِأَنۡعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلۡجُوعِ وَٱلۡخَوۡفِ بِمَا كَانُواْ يَصۡنَعُونَ
૧૧૨) અલ્લાહ તઆલા એક વસ્તીનું ઉદાહરણ આપે છે, તે વસ્તીના લોકો સંપૂર્ણ શાંતિ અને સંતોષથી જીવન વિતાવી રહ્યા હતા, અને તેમની રોજી તેઓની પાસે પુષ્કળ પ્રમાણમાં દરેક જગ્યાએથી આવતી હતી, પછી તે લોકોએ અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમને પોતાના કાર્યોના બદલામાં ભુખમરા અને ભયનો સ્વાદ ચખાડ્યો.
وَلَقَدۡ جَآءَهُمۡ رَسُولٞ مِّنۡهُمۡ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ ٱلۡعَذَابُ وَهُمۡ ظَٰلِمُونَ
૧૧૩) તેમની પાસે તેમના માંથી જ પયગંબર આવ્યા હતા, જેમને તેઓએ જુઠલાવ્યા, બસ ! તે લોકો પર અઝાબ આવી પહોંચ્યો અને તે લોકો ઝાલિમ લોકો જ હતા.
فَكُلُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَٰلٗا طَيِّبٗا وَٱشۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ
૧૧૪) જે કંઈ પણ હલાલ અને પવિત્ર રોજી અલ્લાહએ તમને આપી છે, તેને ખાઓ અને અલ્લાહની નેઅમતનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.
إِنَّمَا حَرَّمَ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةَ وَٱلدَّمَ وَلَحۡمَ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۖ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ
૧૧૫) તમારા માટે ફકત મૃત (ઢોર), લોહી, ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ જે અલ્લાહના નામ સિવાય અન્ય નામ પર ઝબેહ કરવામાં આવી હોય, તે હરામ છે. પછી જો કોઈ વ્યક્તિને (આ બધી વસ્તુ ખાવા માટે) લાચાર કરી દેવામાં આવે, શરત એ કે શરીઅતના નિયમોનું ઉલંઘન કરવાવાળો હોય અને ન તો જરૂરત કરતા વધારે ખાવાવાળો હોય, (તો આવા વ્યક્તિને) અલ્લાહ માફ કરવાવાળો અને તેના પર રહમ કરવાવાળો છે.
وَلَا تَقُولُواْ لِمَا تَصِفُ أَلۡسِنَتُكُمُ ٱلۡكَذِبَ هَٰذَا حَلَٰلٞ وَهَٰذَا حَرَامٞ لِّتَفۡتَرُواْ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۚ إِنَّ ٱلَّذِينَ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ لَا يُفۡلِحُونَ
૧૧૬) જે જુઠી વાત તમારિ ઝબાન પર આવી જાય, તો તેના કારણે એમ ન કહો કે આ વસ્તુ હલાલ છે, અને આ વસ્તુ હરામ છે, આવું કરવાથી તમે ક્યાંક અલ્લાહ પર જૂઠાણું બાંધી શકો છો, સમજી લો કે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધનાર ક્યારેય સફળ થતો નથી.
مَتَٰعٞ قَلِيلٞ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ
૧૧૭) (આવી જુઠી વાતનો ) ફાયદો સામાન્ય મળે છે, પરતું (આખિરતમાં) તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا مَا قَصَصۡنَا عَلَيۡكَ مِن قَبۡلُۖ وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ
૧૧૮) અને યહૂદી લોકો માટે, જે કંઈ પણ અમે હરામ ઠેરાવ્યું હતું, તેનું વર્ણન અમે પહેલા જ કરી ચૂક્યા છે, અમે તેમના પર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર ઝુલ્મ કરતા રહ્યા.
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُواْ ٱلسُّوٓءَ بِجَهَٰلَةٖ ثُمَّ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٌ
૧૧૯) જે કોઈ વ્યક્તિ અજાણતામાં ખરાબ કાર્ય કરી લે, પછી તૌબા કરી લે અને પોતાની ઈસ્લાહ (સુધારો) પણ કરી લે તો પછી તમારો પાલનહાર ખરેખર ઘણો જ માફ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે.
إِنَّ إِبۡرَٰهِيمَ كَانَ أُمَّةٗ قَانِتٗا لِّلَّهِ حَنِيفٗا وَلَمۡ يَكُ مِنَ ٱلۡمُشۡرِكِينَ
૧૨૦) નિ:શંક ઇબ્રાહીમ (પોતાનામાં) એક ઉમ્મત હતા, અને અલ્લાહ તઆલાના આજ્ઞાકારી બંદા, અને સંપૂર્ણ નિખાલસતાવાળા હતા, તે મુશરિક લોકો માંથી ન હતા.