સૂરાહ અન-નૂર - ગુજરાતી અનુવાદ, લિપ્યંતરણ, તફ્સીર - થી [50-60] સુધી

Read More
Read Less
 

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

 

إِنَّمَا كَانَ قَوۡلَ ٱلۡمُؤۡمِنِينَ إِذَا دُعُوٓاْ إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ أَن يَقُولُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۚ وَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ

૫૧) ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને અલ્લાહ અને તેના પયંગબર બોલાવવામાં આવે, જેથી તેઓ તેમની ફેંસલો કરી દે, તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આવા જ લોકો સફળ થનારા છે.

وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَخۡشَ ٱللَّهَ وَيَتَّقۡهِ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡفَآئِزُونَ

૫૨) જે કોઈ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે, અલ્લાહથી ડરતા રહેશે, અને તેની અવજ્ઞા કરવાથી બચતો રહેશે, તો તે જ લોકો સફળ થનારા છે.

۞وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَئِنۡ أَمَرۡتَهُمۡ لَيَخۡرُجُنَّۖ قُل لَّا تُقۡسِمُواْۖ طَاعَةٞ مَّعۡرُوفَةٌۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ

૫૩) (મુનાફિક લોકો) અલ્લાહના નામની સોગંદો ભારપૂર્વક લઇને (રસૂલને) કહે છે કે જો તમે તેમને આદેશ આપશો તો તેઓ જરૂર (જિહાદ માટે) નીકળી જઇશું, તમે તેમને કહી દો કે કસમો ન ખાઓ, તમારી આજ્ઞા વિશે તો દરેકને જાણ છે, જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને ખૂબ સારી રીતે જાણે છે.

قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡهِ مَا حُمِّلَ وَعَلَيۡكُم مَّا حُمِّلۡتُمۡۖ وَإِن تُطِيعُوهُ تَهۡتَدُواْۚ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ

૫૪) તમે તેમને કહી દો કે અલ્લાહનું અનુસરણ કરો અને તેનામુ પયગંબરનું આજ્ઞાનું પાલન કરો, અને જો તમે અવજ્ઞા કરશો,તો પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવી છે, (અર્થાત પ્રચારની) અને તમારા પર તેની જવાબદારી છે, જેનાં તમે જવાબદાર છો (અર્થાત અનુસરણ કરવાના), અને જો તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો તો હિદાયત પામી લેશો, અને પયગંબરની જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.

وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ لَيَسۡتَخۡلِفَنَّهُمۡ فِي ٱلۡأَرۡضِ كَمَا ٱسۡتَخۡلَفَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَلَيُمَكِّنَنَّ لَهُمۡ دِينَهُمُ ٱلَّذِي ٱرۡتَضَىٰ لَهُمۡ وَلَيُبَدِّلَنَّهُم مِّنۢ بَعۡدِ خَوۡفِهِمۡ أَمۡنٗاۚ يَعۡبُدُونَنِي لَا يُشۡرِكُونَ بِي شَيۡـٔٗاۚ وَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ فَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ

૫૫) તમારા માંથી જે લોકો મોમિન છે અને અને સત્કાર્યો કરે છે, અલ્લાહ તઆલાએ તેમને વચન આપ્યું છે કે તે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કુફર કરશે, તો આવા જ લોકો ખરેખર વિદ્રોહી છે.

وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ

૫૬) નમાઝ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.

لَا تَحۡسَبَنَّ ٱلَّذِينَ كَفَرُواْ مُعۡجِزِينَ فِي ٱلۡأَرۡضِۚ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَلَبِئۡسَ ٱلۡمَصِيرُ

૫૭) તમે કાફિરો વિશે એવો વિચાર ક્યારેય ન કરશો કે કાફિર લોકો અમને ધરતી પર (અલ્લાહને) નિર્બળ કરી દેશે, તેમનું ઠેકાણું જહન્નમ છે, જે ખરેખર તદ્દન ખરાબ ઠેકાણું છે.

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لِيَسۡتَـٔۡذِنكُمُ ٱلَّذِينَ مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡ وَٱلَّذِينَ لَمۡ يَبۡلُغُواْ ٱلۡحُلُمَ مِنكُمۡ ثَلَٰثَ مَرَّـٰتٖۚ مِّن قَبۡلِ صَلَوٰةِ ٱلۡفَجۡرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ ٱلظَّهِيرَةِ وَمِنۢ بَعۡدِ صَلَوٰةِ ٱلۡعِشَآءِۚ ثَلَٰثُ عَوۡرَٰتٖ لَّكُمۡۚ لَيۡسَ عَلَيۡكُمۡ وَلَا عَلَيۡهِمۡ جُنَاحُۢ بَعۡدَهُنَّۚ طَوَّـٰفُونَ عَلَيۡكُم بَعۡضُكُمۡ عَلَىٰ بَعۡضٖۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ

૫૮) હે ઈમાનવાળાઓ ! તમારા દાસોને અને તેમને પણ, જેઓ પુખ્તવયે ન પહોંચ્યા હોય તે બાળકો માટે જરૂરી છે કે તેઓ (દિવસમાં) ત્રણ વખત પરવાનગી લઈ ઘરોમાં દાખલ થાય, ફજરની નમાઝ પહેલા અને જોહરના સમયે જ્યારે તમે પોતાના વસ્ત્રો ઉતારી રાખો છો અને ઇશાની નમાઝ પછી આ ત્રણેય સમય તમારા (એકાંત) અને અંગત સમય છે, આ સમય સિવાય (અન્ય સમયે) તેમના માટે પરવાનગી વગર આવવા જવા પર ન તો તેમના પર કોઈ ગુનોહ છે અને ન તો તમારા પર, તમારે એકબીજા પાસે વારંવાર આવવું જ પડે છે, આ પ્રમાણે જ અલ્લાહ તઆલા પોતાના આદેશોનું વર્ણન કરે છે, અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.

وَإِذَا بَلَغَ ٱلۡأَطۡفَٰلُ مِنكُمُ ٱلۡحُلُمَ فَلۡيَسۡتَـٔۡذِنُواْ كَمَا ٱسۡتَـٔۡذَنَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ ءَايَٰتِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ

૫૯) અને તમારા બાળકો જ્યારે પુખ્તવયે પહોંચી જાય તો તેઓ પણ આવી જ રીતે પરવાનગી લેશે, જેવું કે તેમના પહેલા (તેમના વડીલ) પરવાનગી લેતા હતા, અલ્લાહ તઆલા તમારી સમક્ષ આવી જ રીતે આયતોનું વર્ણન કરે છે. અલ્લાહ તઆલા જ જ્ઞાની અને હિકમતવાળો છે.

وَٱلۡقَوَٰعِدُ مِنَ ٱلنِّسَآءِ ٱلَّـٰتِي لَا يَرۡجُونَ نِكَاحٗا فَلَيۡسَ عَلَيۡهِنَّ جُنَاحٌ أَن يَضَعۡنَ ثِيَابَهُنَّ غَيۡرَ مُتَبَرِّجَٰتِۭ بِزِينَةٖۖ وَأَن يَسۡتَعۡفِفۡنَ خَيۡرٞ لَّهُنَّۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ

૬૦) વૃદ્વ સ્ત્રીઓ, જેમને લગ્નની આશા (જ) ન રહી હોય, જો તેઓ પોતાના વસ્ત્રો ઉતારી રાખે તો, તેમના પર કોઈ ગુનાહ નથી, શરત એ કે તે પોતાનું શણગાર જાહેર કરવાવાળી ન હોય, જો તેણીઓ (ચાદર ઉતારવાથી પણ બચીને રહે) તો આ વાત તેમના વધુ ઉત્તમ છે અને અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.

Surah gujarati Translation and Transliteration

In Surah you can read the translation of Ahmad Raza Khan who was a renowned scholar of the Islamic world and his translation book is known as Kanzul Imaan. You can read the transliteration of Surah which will help you to understand how to read the Arabic text. Apart from that, we have included a Word-By-Word gujarati Translation of the Arabic text of Surah .

Surah gujarati Tafsir/Tafseer (Commentry)

In Surah we have included two Tafseer (Commentary) in gujarati. The first one is from Mufti Ahmad Yaar Khan who was a well-known scholar. In this tafsir, we have also included the most popular Tafsir Ibn-Kathir which is the most comprehensive tafsir available in the world. You can read both or any one of your choice.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now